આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતનો શરમજનક પરાજય November 18, 2025 Category: Blog કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે પહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતને 30 રને પરાજય આપ્યો હતો. 124 રનના ટાર્ગેટનો પીછો કરતાં ભારતની ટીમ માત્ર 93 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.